

સિંહના હુમલામાં મૃત્યુ પામેલા ભરતભાઈ મધાભાઈ બારૈયા પરિવારને રૂ. 10 લાખની સહાય
જાફરાબાદ:
જાફરાબાદ તાલુકાના વારાસ્વરૂપ ગામ તથા ભાકોદર વિસ્તારમાં સિંહના હુમલાની બનેલી દુઃખદ ઘટનાઓમાં ભરતભાઈ મધાભાઈ બારૈયા મૃત્યુ થયું હતું. આ દુઃખદ ઘટનાને પગલે તેમના પરિવારને ગુજરાત સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવી છે.
ગુજરાત સરકાર, ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તેમજ વન વિભાગના પ્રયત્નોથી આજે મૃતક ભરતભાઈ મધાભાઈ બારૈયા ના પરિવારજનોને રૂ. 10 લાખનો સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે પરિવારજનોને સરકાર તરફથી શક્ય તમામ સહયોગ આપવાની ખાતરી આપવામાં આવી હતી. સિંહના હુમલાની આવી ઘટનાઓમાં વન વિભાગ દ્વારા જરૂરી તકેદારી અને કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું પણ જણાવાયું હતું.
પરિવાર માટે આ સહાય મુશ્કેલીના સમયમાં થોડી રાહતરૂપ બનશે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.
રિપોર્ટર: બાબુભાઈ વાઢેળ, જાફરાબાદ