

રાજકોટ
વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે રાજકોટ ખાતે આદિવાસી સમાજ દ્વારા એક તીર, એક કમાન — સૌ આદિવાસી એક સમાન” ભવ્ય અને એકતાનો સંદેશ આપતી શાંતિપૂર્ણ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
લોકો ભાતીગળ વેશભૂષા, હાથમાં રાષ્ટ્રધ્વજ તિરંગો અને પરંપરાગત તીર-કમાન સાથે રેલીમાં જોડાયા.”ભગવાન બિરસા મુંડા”ના નાદ સાથે સમગ્ર શહેર ગુંજી ઉઠ્યું.
આ કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રી નેહલભાઈ શુક્લ, કોર્પોરેટરશ્રીઓ, રાજકોટ 69વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય શ્રી દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા તેમજ રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક સર્વ સમાજ દ્વારા રેલીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું…
રાજકોટ બ્યુરો: તરુણ નિમાવત