

*ડાંગની હરિયાળી વચ્ચે YHAI બિલીમોરા યુનિટનું 101 કિ.મી. મોન્સૂન સાયકલિંગ*
*વઘઈથી ડાંગના રમણીય જંગલ માર્ગો પર 18 સાયકલિસ્ટોએ માણ્યો સાહસિક પ્રવાસ*
*રિપોર્ટર ; ઝાકિર ઝંકાર , આહવા ડાંગ*
આહવા, તા. 18: ડાંગના જંગલો, વળાંકદાર રસ્તાઓ અને ચોમાસાની લીલીછમ પ્રકૃતિ વચ્ચે YHAI બિલીમોરા યુનિટ દ્વારા તા. 16 ઓગસ્ટે મોન્સૂન સાયકલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 18 સાયકલિસ્ટોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
સવારે 6:15 કલાકે વઘઈ સર્કલથી શરૂ થયેલી રાઈડ ડુંગરડા, ઝાવડા, ભેંસકાતરી, કાલીબેલ, બરડીપાડા, મહાલ, જામલાપાડા, ટોકરદહાડ, ગૌર્યા અને ચિકટીયા પિંપરી સુધી પહોંચી પરત વઘઈ આવી હતી.
સાયકલિસ્ટોએ કુલ 101.18 કિ.મી.નું અંતર, આશરે 1,099 મીટર Elevation Gain અને 5 કલાક 28 મિનિટનો રાઈડિંગ સમય નોંધાવ્યો હતો. બપોરે 3:45 કલાકે રાઈડ પૂર્ણ થઈ હતી.
ચોમાસાની ભીની સડકો, ગાઢ હરિયાળી અને ડાંગના જંગલના નયનરમ્ય વાતાવરણ વચ્ચે યોજાયેલી આ રાઈડે સાહસ, ફિટનેસ અને પર્યાવરણપ્રેમનો સુંદર સંદેશ આપ્યો હતો.