રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર સુપ્રસિદ્ધ જન્માષ્ટમી લોકમેળા “વિરાસતથી વિકાસ – લોકમેળો ૨૦૨૬” નું ઉદ્ઘાટન ખૂબ જ અનોખી અને પ્રેરણાદાયી રીતે કરવામાં આવ્યું છે.
મેળાના પ્રારંભે ઇન્ડિયન નેવી બેન્ડ (Indian Navy Band)ની સંગીતમય પ્રસ્તુતિએ લોકોમાં ભારે ઉત્સાહ ભરી દીધો હતો.
આ લોકમેળો તા. ૨ સપ્ટેમ્બરથી ૬ સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન રાજકોટના શ્રી રમેશ પારેખ ઓપન થીએટર, રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે યોજાયો છે.
સુરક્ષા અને વ્યવસ્થાને ધ્યાનમાં લેતા મેળામાં આવનાર લાખો લોકોની સુરક્ષા અને સુવિધા માટે ૧૫૦૦થી વધુ સુરક્ષા જવાનો, ફાયર જવાનો તેમજ સ્વચ્છતા જાળવવા માટે વિશેષ સફાઈ કર્મચારીઓની ટીમ તૈનાત કરવામાં આવી છે.
“વિરાસતથી વિકાસ” લોકમેળામાં તમારી ખુશી અમારો પરિવાર છે. બાળકો ખોવાઈ જવાની ચિંતા હોય કે ટ્રાફિકનું ટેન્શન, આપણી પોલીસ ખડેપગે હાજર છે.રાજકોટ પોલીસનો દરેક જવાન આપની સુરક્ષા માટે સજ્જ અને તત્પર છે.
આ મેળો લોકસાહિત્ય, મનોરંજન અને ઉત્સવપ્રિય રાજકોટવાસીઓની પરંપરાગત ઉત્સાહનું અદ્ભુત કેન્દ્ર બની રહ્યો છે.



