ITN National

इंडियन टीवी न्यूज

Advertisement

રાજકોટ: વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અશોક સિંઘલ જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણી…

```

રાજકોટ: વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ના પૂર્વ પ્રમુખ સ્વર્ગસ્થ અશોક સિંઘલના જન્મ શતાબ્દી મહોત્સવ નિમિત્તે રાજકોટમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય મંત્રી ગોપાલજી અને મહામંડલેશ્વર લલિત કિશોરદાસ મહારાજે ઉપસ્થિત રહીને ધર્મ, સંસ્કૃતિ અને નવરાત્રી અંગે મહત્વપૂર્ણ નિવેદનો આપ્યા હતા., રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ-સૌરાષ્ટ્ર પ્રાંત આદરણીય સંઘચાલક જી શ્રી મુકેશભાઈ મલકાણ, મહાનગર સંઘચાલક જી ડૉ. જીતેન્દ્રભાઈ અમલાણી, શ્રી કિશોરભાઈ અષાઢભાઈ, શ્રી નરેન્દ્રભાઈ શુકનભાઈ પટેલ, શ્રી નરેન્દ્રભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જી, ધારાસભ્ય શ્રી ઉદયભાઈ કનાગર જી, ચેરમેન-શ્રી દિનેશભાઈ પાઠક જી રાજકોટ નાગરિક સહકારી બેંક, રાજકોટના પ્રથમ નાગરિક શ્રી નેહલભાઈ શુક્લ જી અને વિશ્વ હિન્દુ પરિષદના પ્રાંત-મહાનગરના અધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ‘મનની વાત’ કાર્યક્રમમાં VHP ના પૂર્વ પ્રમુખ અશોક સિંઘલના કરવામાં આવેલા ઉલ્લેખ અંગે ગોપાલજીએ PM મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે અશોકજી અને મોદીજીના સંબંધો શરૂઆતથી જ ખૂબ જ ગાઢ અને સારા રહ્યા છે.

મહામંડલેશ્વર લલિત કિશોરદાસ મહારાજનું નિવેદન: મહારાજે જણાવ્યું હતું કે ગૌમાંસનું સેવન કરતા હોય તેવી વ્યક્તિઓને ગરબામાં પ્રવેશ ન મળવો જોઈએ. વળી, ફિલ્મી ગીતો પર ગરબા રમવા એ ભારતીય સંસ્કૃતિ પર કલંક સમાન છે અને નવરાત્રીના નામે ચાલતા નાટકો બંધ થવા જોઈએ. હિન્દુ બહેનો અને દીકરીઓને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ માત્ર શાસ્ત્રોક્ત અને ધર્મ આધારિત ગરબા જ રમે.

વંદે માતરમ ગાવા અંગે સરકારી નિયમનું સમર્થન

દેશભક્તિના પ્રતીક સમાન “વંદે માતરમ” ના ગાન અંગે ગોપાલજીએ જણાવ્યું હતું કે, સરકારે પણ હવે આ અંગે નિયમ બનાવ્યો છે અને દેશના દરેક નાગરિકે ગર્વભેર વંદે માતરમ ગાવું જ જોઈએ.

દેશમાં વધી રહેલા ધર્માંતરણના મુદ્દે VHP ની કામકાજની માહિતી આપતા ગોપાલજીએ જણાવ્યું હતું કે સંતોના આશીર્વાદથી વિશ્વ હિન્દુ પરિષદ દેશભરમાં ધર્માંતરણ રોકવા માટે સક્રિય પ્રયાસો કરી રહી છે:જે લોકો કોઈપણ પ્રલોભન કે દબાણવશ ધર્માંતરિત થયા છે, તેમના મનમાં પુનઃ હિન્દુ ભાવના જગાડીને તેમને ધર્મમાં પાછા લાવવાના પ્રયાસો સતત ચાલુ છે.

આગામી નવરાત્રી પર્વને લઈને VHP અગ્રણીઓએ હિન્દુ સંસ્કૃતિની રક્ષા માટે કડક વલણ અપનાવ્યું છે…

1219334-1

1219330-1

1219333-1

1219335-1

1219331

1219332

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *