
બ્રેકિંગ ન્યૂઝ | વટામણ-બગોદરા હાઈવે
વટામણ-બગોદરા હાઈવે પર અકસ્માત, એક બાઈકસવાર ઈજાગ્રસ્ત
વટામણ-બગોદરા હાઈવે પર વેજળકા બ્રિજ પાસે અકસ્માતની ઘટના સામે આવી છે
મળતી માહિતી મુજબ, રોંગ સાઈડથી આવી રહેલી કાર અને બાઈક વચ્ચે સામસામે જોરદાર અથડામણ થતાં અકસ્માત સર્જાયો હતો
અકસ્માતમાં બાઈકસવારને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે
ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્ત બાઈકસવારને પ્રાથમિક સારવાર માટે બગોદરા CHC ખાતે ખસેડવામાં આવ્યો હતો.
રીપોર્ટર મકવાણા નરેન્દ્ર