

*‘રન ફોર ડ્રગ ફ્રી ડાંગ’ સાથે નશામુક્તિનો સંદેશ*
*રિપોર્ટર; ઝાકિર ઝંકાર, ડાંગ આહવા*
મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે સેવા સંકલ્પ કાર્યક્રમ અંતર્ગત ડાંગ જિલ્લા પોલીસ દ્વારા નશામુક્તિ અંગે જનજાગૃતિ ફેલાવવા ‘રન ફોર ડ્રગ ફ્રી ડાંગ’ દોડનું આયોજન કરાયું હતું. જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી ખાતેથી વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ રાજેશભાઈ ગામિત અને જિલ્લા પોલીસ વડા પૂજા યાદવે દોડને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
દોડમાં યુવાનો, વિદ્યાર્થીઓ, રમતવીરો, નાગરિકો તેમજ પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ ઉત્સાહભેર જોડાયા હતા. દોડ પૂર્ણ થયા બાદ વિવિધ કેટેગરીમાં પ્રથમ ત્રણ વિજેતાઓને ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા. કાર્યક્રમ દરમિયાન નશામુક્ત સમાજના નિર્માણ માટે જનજાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો.