

*ગાંધી જયંતી નિમિત્તે ડાંગના ધૂમખલ ગામે “સ્વછતા હી સેવા” અભિયાન અંતર્ગત સફાઈ અભિયાન યોજવામાં આવ્યું :*
–
*રિપોર્ટર ; ઝાકિર ઝંકાર , ડાંગ આહવા*
તા: ૨: સરસ્વતી વિદ્યામઁદિર ધૂળચોડ દ્વારા ધૂમખલ ગામે બીજી ઓક્ટોમ્બર મહાત્મા ગાંઘી જયંતી નિમિત્તે “સ્વછતા હી સેવા” અભિયાન અંતર્ગત સફાઈ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.
આ કાર્યક્રમમા ધૂળચોંડ ગામના બાળકો અને ધૂમખલ સ્કૂલ ના બાળકો, ગ્રામજનો, ગામના આગેવાનો સ્કૂલ થી જનજાગૃતિ રેલીમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ રેલી ગામના હનુમાનજી મંદિર સુધી યોજવામાં આવી હતી. જ્યાં બાળકો, શિક્ષકો, ગ્રામજનોએ સાથે મળીને મંદિર પરિસરની સફાઈ કરવામાં આવી હતી.
જે બાદ મંદિર પરિસર થી નીકળીને ગામની પ્રાથમિક શાળા સુધી જાહેર રસ્તાઓની સફાઈ કરવામાં આવી હતી સાથે ગામની પ્રાથમિક સ્કૂલના પરિસરની પણ સફાઈ કરવામાં આવી. સફાઈ અભિયાન બાદ સરસ્વતી વિદ્યામંદિરના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
–