

*આહવા ગાંધી ઉદ્યાન ખાતે ગાંધી જયંતિની ભાવભેર ઉજવણી*
*રિપોર્ટર : ઝાકિર ઝંકાર | આહવા, ડાંગ*
આહવા સ્થિત ગાંધી ઉદ્યાન ખાતે ગાંધી જયંતિના પાવન અવસરે કોંગ્રેસના અગ્રણીઓ, ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ તથા કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત સૌએ મહાત્મા ગાંધીજીના સત્ય, અહિંસા, સામાજિક સમરસતા અને છેવાડાના માનવીના કલ્યાણના આદર્શોને યાદ કર્યા હતા. ગાંધીજીના વિચારો અને સિદ્ધાંતો આજે પણ સમાજને યોગ્ય દિશા દર્શાવે છે તેમ જણાવાયું હતું.
બાપુના ચીંધેલા સત્ય અને અહિંસાના માર્ગે ચાલીને પ્રજાના અધિકારો તથા સામાજિક ન્યાય માટે સતત કાર્યરત રહેવાનો સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌએ મહાત્મા ગાંધીજીને શત શત નમન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.