*ડાંગના આહવા ખાતે યોજાનારી ‘સેવા જ્યોતિ કળશ યાત્રા’ની પૂર્વતૈયારીના ભાગરૂપે જિલ્લા વિકાસ અધિકારી શ્રી કુલદીપસિંહ ઝાલાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ :*
–
*આગામી તા. ૭મી ઓક્ટોબરે આહવાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે ‘સેવા જ્યોતિ કળશ યાત્રા’ :*
–
*રિપોર્ટર ; ઝાકિર ઝંકાર , ડાંગ આહવા*
તા. ૦૧: સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ અંતર્ગત ડાંગ જિલ્લામાં વિવિધ કાર્યક્રમોની હારમાળા યોજાઈ રહી છે. જેના ભાગરૂપે આગામી તા. ૦૭/૧૦/૨૦૨૬ના રોજ આહવાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ‘સેવા જ્યોતિ કળશ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના સફળ સંચાલન અને પૂર્વતૈયારીઓના આયોજન અર્થે ડાંગ જિલ્લા વિકાસ અધિકારી શ્રી કુલદીપસિંહ ઝાલાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી.
સેવા જયોતિ કળશ યાત્રાના પ્રસ્થાનથી કાર્યક્રમના સ્થળ સુધી કાયદો અને વ્યવસ્થા, પબ્લિક મોબિલાઈઝેશન અને સીટિંગ એરેન્જમેન્ટની કામગીરી, સાંસ્કૃતિક કાર્યક્રમ, પાર્કિંગ, ફૂડ પેકેટ, પીવાના પાણી વગેરે જેવી કાર્યક્રમને અનુલક્ષીને આનુસંગિગ વ્યવસ્થાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ કાર્યક્રમના આયોજન સંદર્ભે વિવિધ સૂચનો આપ્યા હતા. કાર્યક્રમ સફળતાપૂર્વક થાય તેના સુચારુ અને સુવ્યવસ્થિત આયોજન કરવા સંબંધિત અધિકારીશ્રીઓને દિશનિર્દેશ આપ્યા આપવામાં આવ્યા હતા.
આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર શ્રી હિતેશ જણકાટ અને વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
–