
*ડાંગ જિલ્લા મહેસૂલી કર્મચારીઓનું આંદોલનાત્મક કાર્યક્રમ શરૂ, અધિકારીઓને આવેદનપત્ર અપાયું*
*રિપોર્ટર ; ઝાકિર ઝંકાર , આહવા, ડાંગ*
તા. ૪ ઓક્ટોબર ૨૦૨૬
ડાંગ જિલ્લા મહેસુલ મંડળના પ્રમુખ ચિરાગભાઈ રાણા સહિતના હોદ્દેદારોએ તા. ૪ ઓક્ટોબરના રોજ આહવા કલેક્ટર કચેરી ખાતે અધિક કલેક્ટરશ્રી, પ્રાંત અધિકારીશ્રી તેમજ મામલતદારશ્રીને આવેદનપત્ર આપી મહેસૂલી કર્મચારીઓના વિવિધ પ્રશ્નો અને માંગણીઓ અંગે રજૂઆત કરી હતી. સાથે જ મંડળ દ્વારા જાહેર કરાયેલ આંદોલનાત્મક કાર્યક્રમ અંગે પણ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી.
મહામંડળની આંદોલનની રૂપરેખા મુજબ આવતીકાલથી મહેસૂલી કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવવાનો કાર્યક્રમ રહેશે. તેમજ મહામંડળના સત્તાવાર કાળી પટ્ટી વાળા સ્ટેટસ મૂકવા અને તમામ અધિકૃત વોટ્સએપ ગ્રુપમાંથી સ્વેચ્છાએ રિમૂવ થવા અંગે સૂચના આપવામાં આવી છે.
આ ઉપરાંત આગામી માસની CL (કેઝ્યુઅલ લીવ) બાબતે સમગ્ર રાજ્યમાં એકસમાન ફોર્મેટ મુજબ દરેક કર્મચારીએ પોતાની કચેરીના વડાને સવિનય CL રિપોર્ટ રજૂ કરવાનો રહેશે.
મહેસૂલી કર્મચારીઓએ પોતાની કચેરીના વડા તથા ઉપરી અધિકારીઓને આ સમગ્ર આંદોલનાત્મક કાર્યક્રમ અંગે અગાઉથી વિનમ્રતાપૂર્વક જાણ કરી, પોતાના હક્કની આ લડાઈમાં સહકાર આપવા વિનંતી કરી છે.