

*ડાંગમાં મહેસૂલી કર્મચારીઓનું ‘માસ સી.એલ.’ આંદોલન*
*આહવા, ડાંગ | રિપોર્ટર: ઝાકિર ઝંકાર*
ડાંગ જિલ્લામાં મહેસૂલી કર્મચારીઓએ પડતર માંગણીઓના નિરાકરણની માંગ સાથે તા. ૫ ઓક્ટોબરે ‘માસ સી.એલ.’ આંદોલન યોજી વિરોધ નોંધાવ્યો હતો. ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ તથા જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં તલાટીઓના જોબચાર્ટમાંથી અન્ય વિભાગની કામગીરી દૂર કરવા, નાયબ મામલતદાર-મામલતદાર સંવર્ગમાં બઢતી અને સિનિયોરિટી સહિતના પ્રશ્નો ઉકેલવા માંગ કરાઈ હતી. ઉપરાંત જિલ્લા ફેરબદલીમાં NOC પ્રથા બંધ કરી ઓનલાઈન પારદર્શક બદલી પ્રક્રિયા અમલમાં મૂકવા તથા સીધી ભરતી અટકાવવાની પણ માંગ કરવામાં આવી હતી.