*આહવા ગ્રામ પંચાયતની ત્વરિત કામગીરીથી ગટર સમસ્યાનું નિરાકરણ*
*આશ્રમ વિદ્યાલય–આશ્રમ રોડ–પ્રવાસીગૃહ ચાર રસ્તા વિસ્તારમાં ગંદા પાણી અને દુર્ગંધની સમસ્યા દૂર કરાઈ*
*રિપોર્ટર ; ઝાકિર ઝંકાર , ડાંગ આહવા*
આહવા, ડાંગ: આહવા ખાતે આશ્રમ વિદ્યાલય–આશ્રમ રોડ–પ્રવાસીગૃહ ચાર રસ્તા પાસે ઉભરાતી ગટર તથા ગંદા પાણીના કારણે સર્જાતી ગંદકી અને દુર્ગંધની સમસ્યાને ધ્યાને લઈ આહવા ગ્રામ પંચાયત દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ગ્રામ પંચાયતના કર્મચારીઓ અને ટીમ દ્વારા દિવસ-રાત મહેનત કરી ગટર વ્યવસ્થાની જરૂરી કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. પરિણામે વિસ્તારમાં ફેલાતી દુર્ગંધ તેમજ ગંદા પાણીની સમસ્યાનું નિરાકરણ આવ્યું છે.
નાગરિકોની સમસ્યાનું ઝડપી નિરાકરણ લાવવા માટે ગ્રામ પંચાયત દ્વારા હાથ ધરાયેલી આ કામગીરીને સ્થાનિકો દ્વારા આવકારવામાં આવી રહી છે. સ્વચ્છ, સ્વસ્થ અને સુંદર આહવા માટે ગ્રામ પંચાયતની ટીમની આ સક્રિય કામગીરી સરાહનીય બની છે.
“સક્ષમ ગામ–સમૃદ્ધ ગામ, સ્વચ્છ આહવા–સુંદર આહવા”ના સંકલ્પ સાથે કામગીરી કરનાર ગ્રામ પંચાયતના તમામ કર્મચારીઓ અને ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.