

*આહવામાં ‘સેવા જ્યોતિ યાત્રા’નો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો*
*રિપોર્ટર ; ઝાકિર ઝંકાર ડાંગ આહવા,*
તા. ૭ ‘સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬’ અંતર્ગત આહવા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ડો. જયરામભાઈ ગામીતની ઉપસ્થિતિમાં ‘સેવા જ્યોતિ યાત્રા’નો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વર્ચ્યુઅલ સંબોધનનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ ‘વિકસિત ભારત@૨૦૪૭’ના નિર્માણ માટે સામૂહિક સંકલ્પ લીધો હતો. ત્યારબાદ પ્રભારી મંત્રીશ્રી, સાંસદ શ્રી ધવલભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ સેવા જ્યોતિ પ્રગટાવી યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.
પોલીસ પરેડ ગ્રાઉન્ડથી રંગઉપવન સુધી નીકળેલી યાત્રામાં દેશભક્તિના ગીતો સાથે મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. સ્થાનિક ગ્રામજનો અને વેપારીઓએ યાત્રાનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રાજેશભાઈ ગામીત, કલેક્ટર શ્રી એન.ડી. પરમાર, ડીડીઓ શ્રી કુલદીપસિંહ ઝાલા, જિલ્લા પોલીસ વડા સુ.શ્રી પૂજા યાદવ સહિતના મહાનુભાવો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.