જંબુસર તાલુકાના ડોલિયા ગામ ની પ્રાથમિક શાળામાં પ્રથમ ફાઉન્ડેશન અંતર્ગત બાળ વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં કલ્પેશભાઈ અને ધર્મેશભાઈના માર્ગદર્શન હેઠળ બાળકોને તૈયાર કરવામાં આવ્યા. વિજ્ઞાનની વિવિધ કૃતિઓ રજુ કરવામાં આવી. શાળાના તમામ બાળકોએ કૃતિઓ જોઈ આનંદ વ્યકત કર્યો. શાળાના આચાર્યશ્રી મનોજકુમાર રાણાએ વિજ્ઞાન મેળાના આયોજન બદલ પ્રથમ ફાઉન્ડેશનનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો.
રિપોર્ટર દેવેન્દ્ર મિસ્ત્રી