ભરૂચ જિલ્લા જંબુસર
જંબુસર નગર માં બીએપીએસ મંદિર ખાતે બાળ પારાયણ ઝલક યોજાઈ
જંબુસર બીએપીએસ સંસ્થા સંતો પૂજ્ય જ્ઞાનવીર સ્વામી, પૂજ્ય યશો નિલય સ્વામીના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ધાર્મિક, સામાજિક સહિતના કાર્યક્રમો યોજાતા હોય છે. હાલ 117 કાર્યકરો દ્વારા 70 જેટલા મંડળોમાં જંબુસર ઝોનમાં બાળ પારાયણ યોજાયા હતા. જેમાં નાના ભૂલકાઓએ જીવનમાં સ્મૃતિ પટ પર યાદ રહી જાય તેવા નૃત્ય,સંવાદો રજૂ કર્યા હતા.તેમાંથી શ્રેષ્ઠ બાળકોની બાળ પારાયણ ઝલક જંબુસર મંદિર ખાતે આજે જોવા મળી હતી. જેમાં નીલકંઠ વરણી, સર્વોપરી ભગવાન શ્રી સહજાનંદ સ્વામી, શ્રીજી મહારાજે આપેલ ભક્તોને વરદાન સુંદર વક્તવ્ય સાથે નૃત્ય દ્વારા રજૂ કરાયું તથા ભગવાન સ્વામિનારાયણ દ્વારા અપાયેલ મહામંત્રનો મહિમા સમજાવતું ડાહ્યા ભગતના પ્રસંગ સાથે સંવાદ ,શ્રીજી મહારાજે કેટલાય જીવોનું કલ્યાણ કર્યું અને પાંદડે પાંદડે સ્વામિનારાયણ નામ ગુંજશે તે નૃત્ય આબેહૂબ રજૂ કર્યું હતું. 24 જેટલા બાળકો દ્વારા સંવાદ ,વિડીયો દર્શનના માધ્યમથી વિશિષ્ટ પ્રસ્તુતિ રજૂ કરી હતી. પૂજ્ય યશોનિલય સ્વામીએ બાળકોના સર્વાંગી વિકાસ બાળ સભામાં આવવાથી થાય છે. તો પોતાના બાળકોને નિત્ય પૂજા, સંસ્કારલક્ષી, અભ્યાસલક્ષી આગળ વધારવા વિકાસ કરવા બાળ સભામાં મોકલવા વાલી મિત્રોને વિનંતી કરી હતી. સદર બાળ પારાયણમાં અગ્રણીઓ, સત્સંગી ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.