જંબુસર નગરપાલિકા દ્વારા એસ એન્ડ આઈસી હાઇસ્કુલ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો.
રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણ માટે છેવાડાના માનવી સુધી યોજનાઓનો લાભ પહોંચે અને યોજનાઓની પાત્રતા ધરાવતા લાભાર્થીઓ લાભથી વંચિત ના રહી જાય તથા જનજન સુધી પ્રજાલક્ષી કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ વધુને વધુ લોકો સુધી પહોંચે,જાગૃતિ આવે અને વહીવટમાં પારદર્શિતા વધે તે માટે જંબુસર નગરપાલિકા દ્વારા એસ એન્ડ આઈસી હાઇસ્કુલ ખાતે સેવા સેતુ કાર્યક્રમ પ્રાંત અધિકારી મહેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો.જેમાં નગરપાલિકા પ્રમુખ અમિષાબેન વીરેનભાઈ શાહ,ચીફ ઓફિસર પંકજકુમાર નાયક,શહેર પ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ, મહામંત્રી મનનભાઈ પટેલ,પંકજભાઈ પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા.
સરકારની વિવિધ યોજનાઓ ડીજીવીસીએલ લાઈટ બિલ કલેક્શન, ઝુંપડા વીજળીકરણ,તાલુકા હેલ્થ કચેરી આરોગ્ય શાખા બીપી, ડાયાબિટીઝ,ઉંમરનો દાખલો, પીએમજેએવાય,નમોશ્રી યોજના, નગરપાલિકા ગુમાસ્તાધારા શાખા વ્યવસાયવેરો,નવું લાયસન્સ બનાવવું રીન્યુ કરવું ,આધારકાર્ડ,આવક દાખલો, રેશનકાર્ડની કામગીરી ઈ કેવાયસી, સીટીસર્વે કચેરી જમીનમાં માપણી,નવી નોંધ દાખલ કરવાની કામગીરી,પ્રાંત કચેરી એને ઓર્ડર રિવાઇઝ સહિતની કામગીરી, જાતિના દાખલા, વિધવા સહાય, વૃદ્ધ સહાય સહિતના સરકારી યોજનાઓના લાભ અને સહાય અંગેના વ્યક્તિગત પ્રશ્નોના સ્થળ ઉપર નિકાલનું આયોજન કરવામાં આવ્યું હતું. સેવા સેતુ કાર્યક્રમમાં જનતાને કોઈ તકલીફ ના પડે અને જનતા સરકારી ની યોજનાઓના લાભથી વંચિત ના રહી જાય તે અંગે પ્રાંત અધિકારી, નગરપાલિકા પ્રમુખ,સીઓ સહિત દરેક વિભાગનું નિરીક્ષણ કર્યું હતું.આ પ્રસંગે જંબુસર નગરપાલિકા સદસ્યો, હોદ્દેદારો, લાભાર્થી જનતા મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.કાર્યક્રમનું સફળ સંચાલન વિજયભાઈ તથા આભાર વિધિ લકધીરભાઈ જાંબુએ કરી હતી.