2017 થી ભરૂચ જિલ્લામાં અંદાજે 13000 નન્હી કલી સાથે કામ કરી રહ્યું છે, જે બાળકોને 21મી સદી આધારિત શિક્ષણ કૌશલ્ય પ્રદાન કરે છે

જંબુસર તાલુકામાં
પ્રોજેક્ટ નન્હી કલી
2017 થી ભરૂચ જિલ્લામાં અંદાજે 13000 નન્હી કલી સાથે કામ કરી રહ્યું છે, જે બાળકોને 21મી સદી આધારિત શિક્ષણ કૌશલ્ય પ્રદાન કરે છે.
આ સાથે જ તે ગેમમાં સંપૂર્ણ સહયોગ આપી રહી છે. તાજેતરમાં એક ગ્રામ્ય કક્ષાની ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ ગામોના 280+ બાળકોએ ભાગ લીધો હતો.

જેમાં જિલ્લા કક્ષાની ફૂટબોલ ટુર્નામેન્ટ માટે કુલ 144 નન્હી કલીયાની પસંદગી કરવામાં આવી હતી.
આ ત્રણ દિવસીય ટુર્નામેન્ટનું આયોજન યોગી પાર્ક જંબુસર ખાતે કરવામાં આવ્યું હતું જેમાં 12 ટીમોએ કુલ 28 મેચ રમી હતી, જેમાં પીલુદ્રા ગામ ફાઇનલમાં પહોચીને જીત મેળવી હતી જ્યારે સમની અને નાહરની ટીમોએ દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવ્યું હતું.

આ કાર્યક્રમ દરમિયાન મુખ્ય મહેમાન તરીકે તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘ પ્રમુખ દિનેશ ભાઈ મકવાણા, સામાજિક કાર્યકર ધનુ બેન રણા, નવયુગ આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોર, હાજી કન્યા આચાર્ય રાહુલ ભાઈ મોરી, ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન નંદી ફાઉન્ડેશન મુંબઈના પ્રોગ્રામ મેનેજર અર્ચનાજી પણ હાજર હતા. કાર્યક્રમનું સફળ સંચાલન પ્રોગ્રામ ઓફિસર નૂતન યાદવ દ્વારા કરવામાં આવ્યું હતું.

Leave a Comment