ભરૂચ જિલ્લા જંબુસર
જંબુસર તાલુકાના ખેડૂતોના પાકને અતિવૃષ્ટિથી થયેલ નુકશાન અંતર્ગત ધરતીપુત્રોને તાત્કાલિક સહાય ચૂકવવા જંબુસર તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ શરદ સિંહ રણા ની આગેવાનીમાં પ્રાંત અધિકારી એમ બી પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં માજી ધારાસભ્ય સંજયભાઈ સોલંકી,હાથ સે હાથ જોડો પ્રમુખ મુસ્તાકભાઈ કારભારી,શહેર પ્રમુખ, નગરપાલિકા વિરોધ પક્ષ નેતા શાકીરભાઇ મલેક સહિત ઉપસ્થિત રહ્યા હતા.
આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ગુજરાત ભરમાં અતિવૃષ્ટિ અને પૂરની સ્થિતિ સર્જાઇ હતી. જેના કારણે સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ખેડૂતોના પાક અને જમીન ધોવાયા હતા. જેને લઇ ધરતીપુત્રોને મોટાપાયે નુકસાની બેઠવાનો વારો આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય મળે પાકની નુકસાનીમાં મદદ મળી રહે તે માટે પાકનો સર્વે કરી ખેડૂતોને સહાય આપવામાં આવશે એમ જણાવેલ પરંતુ દિવાળીના તહેવાર હોય, નુકસાની નો સર્વે પૂર્ણ થઈ ગયો હોય છતાંય આજ દિન સુધી સહાય મળી નથી ખેડૂતોની દયનિય પરિસ્થિતિ છે. વહેલી તકે સહાય આપવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી છે. આવેદનપત્ર આપવા કોંગી હોદ્દેદારો, કાર્યકરો હાજર રહ્યા હતા.