ભરૂચ જિલ્લા જંબુસર
નવયુગ વિદ્યાલય જંબુસરમાં શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીની હિરલબાને અભિનન્દન પાઠવવામાં આવ્યા
નવયુગ વિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થીની અને શાળા પ્રમુખશ્રી મહેશભાઈ સોલંકીના દીકરી કુમારી હિરલબાનો જન્મદિવસ હોય શાળા પરિવારે જન્મ દિવસની ઉજવણી કરી શુભેચ્છાઓ પાઠવી.
ઉલ્લેખનીય બાબત એ છે કે કુમારી હિરલબા જન્મથી મુખબધીર હોવા છતાં રાજ્ય કક્ષા, રાષ્ટ્રીય કક્ષા અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ 30 જેટલા મેડલ ,ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા છે તેમના પિતાશ્રીનું માર્ગદર્શન અને પોતાના આત્મવિશ્વાસથી આ વિશેષ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે તે બતાવે છે કે કોઈપણ ક્ષેત્રમાં આગળ વધવામાં વિકલાંગતા અવરોધ રૂપ નથી તેમ જણાવતા શાળાના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે તેઓને અભિનંદન પાઠવ્યા હતા.
જંબુસર રિપોર્ટર દેવેન્દ્ર મિસ્ત્રી