Follow Us

મહાત્મા ગાંધીજી ની જન્મ જયંતિ નિમિત્તે આજે સ્વચ્છતા હી સેવા અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો

મહાત્મા ગાંધીજી ની જન્મ જયંતિ નિમિત્તે આજે સ્વચ્છતા હી સેવા અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકા ના મહિલા ગ્રામ વિદ્યાપીઠ નારદીપુર બી,આર,એસ,કોલેજનાNSS યુનિટના સ્વયંસેવકો અને સ્ટાફ મિત્રો એ કોલેજ માંથી નારા સુત્રો બોલાવી નારદીપુર ગામમાં રેલી કાઢી હતી ત્યારબાદ નારદીપુર ગામના જાહેર સ્થળોએ જેમાં પોલીસ સ્ટેશન, ગ્રામ પંચાયત, તથા જાહેર મંદિરો, પ્રાથમિક શાળાના બહારના જાહેર રસ્તાઓ, બસ સ્ટેશન, આરોગ્ય કેન્દ્ર, તથા ગામના તળાવની સફાઇ કરી હતી જેમાં ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી, રાજેશભાઇ પટેલ તથા તેમની ટીમના સહકારથી ટ્રેકટર ની વ્યવસ્થા કરી બધો કચરો વિદ્યાર્થીઓ એ ટ્રેકટર માં નાખ્યો હતો ત્યારબાદ વિદ્યાર્થીઓ નાસ્તો કરી કોલેજમાં પરત ફર્યા હતા 

પ્રેસ રિપોટર : હસમુખભાઈ પંડયા

Leave a Comment