નવયુગ વિદ્યાલય જંબુસર રંગોળી સ્પર્ધાનું આયોજન થયું

ભરૂચ જિલ્લા જંબુસર
નવયુગ વિદ્યાલય જંબુસર રંગોળી સ્પર્ધાનું આયોજન થયું
નવયુગ વિદ્યાલય જંબુસરમાં વર્ગ સુશોભન અને રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
શાળાના વિદ્યાર્થીઓએ શાળાને ખુબ સુંદર સજાવી હતી સાથે થયેલ રંગોળી સ્પર્ધામાં કુસ્વાહા રોશની બંટીભાઈ ધોરણ દસ – પ્રથમ નંબરે આવ્યા હતા તે બદલ શાળા પરિવારે તેમને તથા તેમના વર્ગ શિક્ષક શ્રી હર્ષદભાઈને અભિનંદન પાઠવ્યા હતા.
શાળામાં અલ્પાહાર નું આયોજન કરવામાં આવ્યું હતું અંતે શાળા આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે વિદ્યાર્થીઓને અને શિક્ષકોને દિવાળી પર્વની અને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી

Leave a Comment