ભરૂચ જિલ્લા જંબુસર
મહાકાળી માતાજી ના નવચંડી મહાયાગ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી
જંબુસર શહેરમાં અતી પૌરાણિક મહાકાળી માતાનું મંદિર આવેલ છે. જ્યાં વખતો વખત ધાર્મિક કાર્યક્રમો ટ્રસ્ટીમંડળ દ્વારા કરવામાં આવતા હોય છે. કાલિકા ભાગોળ મહાકાળી માતા મંદિરે નવ કુંડી નવચંડી મહાયાગ આવતીકાલે તારીખ 22-12/2024 ના રોજ યોજાનાર હોય તેમ નિમિત્તે માતાજીની ભવ્ય શોભા યાત્રા કાવા ભાગોળ જગદીશભાઈ હીરાભાઈ પટેલના નિવાસ્થાનેથી ડીજેના તાલે ભક્તિ સંગીતના સથવારે માતાજીના જયકારા સાથે નીકળી હતી. જે જંબુસર શહેરના રાજમાર્ગો લીલોતરી બજાર,સોની ચકલા, મુખ્ય બજાર, કોટ દરવાજા, ઉપલીવાટ,ગણેશ ચોક થઈ પરત મહાકાળી માતા મંદિરે પહોંચી હતી. માતાજીની શોભાયાત્રા માં નગરપાલિકા સદસ્યો, અગ્રણી જીગર જી પટેલ,શક્તિ પટેલ, કમલેશભાઈ પરમાર, રાજુભાઈ દરબાર, દેવાભાઈ પટેલ,મુકેશભાઈ પટેલ,વાય એમ પટેલ,જીગરભાઈ રાણા, મનોજભાઈ ગુજ્જર, અનિલભાઈ પટેલ, રાકેશભાઈ બંધારા,જગદીશભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં માઈ ભક્ત ભાઈ બહેનો પધાર્યા હતા.આવતીકાલે તારીખ 22 12 2024 ને રવિવારના રોજ મહાકાળી માતા મંદિર પટાંગણમાં માતાજીનો નવચંડી મહાયાગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હોય ટ્રસ્ટી મંડળ દ્વારા સર્વે ભાવિક ભક્તોને દર્શન પૂજન નો લાભ લેવા જણાવાયું છે.