Follow Us

સ્નેહમિલન એ સમાજમાં એકતા અને સંસ્કારોનું ચિંતન કરવાનું ઉત્કૃષ્ટ અભિગમ છે.

સ્નેહમિલન એ સમાજમાં એકતા અને સંસ્કારોનું ચિંતન કરવાનું ઉત્કૃષ્ટ અભિગમ છે.

 

નૂતન વર્ષ વિક્રમ સંવત – ૨૦૮૧, નિમિત્તે ભારતીય જનતા પાર્ટી – ડેડીયાપાડા વિધાનસભા પરિવાર દ્વારા આયોજિત નૂતનવર્ષ સ્નેહ મિલન સમારોહ પ્રસંગે ઇનરેકા સંસ્થા ડેડીયાપાડા ખાતે કર્મઠ તથા દેવદુર્લભ કાર્યકર્તાઓને મળી નવા વર્ષની શુભકામનાઓનું આદાન પ્રદાન કરવાનું સદ્દભાગ્ય પ્રાપ્ત થયું.

 

ઉપસ્થિત સૌ કાર્યકર્તાઓને નવા વર્ષમાં જણાવ્યું કે આપ સૌ દરેક ક્ષેત્રે પ્રગતિ કરો અને રાજકીય ક્ષેત્રે પણ જે જવાબદારી છે એમાં પણ આપ સંપૂર્ણ રીતે સફળતા પ્રાપ્ત કરો એવી શુભકામનાઓ.

 

સાથે જ યુવાનોને જણાવ્યું કે ઉચ્ચ કક્ષાનું શિક્ષણ પ્રાપ્ત કરી સરકારી અને પ્રાઇવેટ તથા ઉદ્યોગોમાં નોકરી મેળવવા માટે સક્ષમ બને.

 

યુવાનો નકારાત્મક ભૂમિકા તરફ નાં વળતા પોતાની કારકિર્દી અને ભવિષ્યની ચિંતા કરી સકારાત્મક વિચાર તરફ આગળ વધવું જોઈએ. સરકારી યોજનાઓનો લાભ લઈને આપણે આદિવાસી વિસ્તારમાં ભાજપની કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી અને વિકાસલક્ષી યોજનાઓ થકી આપણા વિસ્તારનો વિકાસ ભાજપ થકી થયો છે એ જન જન સુધી પહોંચાડીએ એવી સૌને અપીલ કરી.

 

*મનસુખભાઈ વસાવા*

*સાંસદ-ભરૂચ લોકસભા*

 

જંબુસર રિપોર્ટર દેવેન્દ્ર મિસ્ત્રી

Leave a Comment