ભરૂચ જિલ્લા જંબુસર
જંબુસર તાલુકાના કહાનવા ગામમાં 2014 માં થયેલ બેદરકારી નું પરિણામ ભોગવવા બાળમંદિર ના. 35 બાળકો.
મળતી માહિતી મુજબ જંબુસર તાલુકાના કહાનવા ગામ માં શેખાવગા વિસ્તારમાં 2014 માં બાળવાડી રુમ બનાવવા મા આવી હતી,આ બાળવાડી રુમ જેતે સમયે કાયમ ભાઈ રસુલ ભાઈ ના ખેતર માં બનાવ વા ની મંજુરી તથા ઠરાવ કરી ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવી હતી.પરંતુ ગ્રાન્ટ ફાળવણી થયા પછી જે તે સમયના તલાટી, સરપંચ, સુપરવાઈઝર, એન્જીન્યર,તથા કોન્ટ્રાક્ટર જેવા તમામ લોકોએ ખરાઈ કર્યા સિવાય આ બાળવાડી રુમ ઈસ્માઈલ ભાઈ ના ખેતરમાં બનાવી દીધેલ હતો, આજે દશ વર્ષ પછી ઈસ્માઈલ ભાઈ ને ખબર પડી કે આ રુમ કાયમ ભાઈ રસુલ ભાઈ ના નામે બોલે છે તો ગમે ત્યારે આપણી જમીનમાં પણ આડકતરી અસર થઇ શકે છે એના ડરથી ઈસ્માઈલ ભાઈ દ્વારા છેલ્લા એક મહિનાથી આ રુમ ને તાળું મારી દેવામાં આવેલ છે.
જેતે સમયની પંચાયત બોડી તથા લાગતા વળગતા અધિકારીઓની બેદરકારીને કારણે આજે 35 નાના બાળકો આ બાળવાડી માં અભ્યાસ કરી શકતા નથી તેમના ભણતર નો પ્રથમ એક પાયો આ બેદરકાર લોકો એ છીનવી લીધો છે .આ 35 બાળકો માં થી નજીક રહેતા બાળકો આજે ના છુટકે બાળવાડી ચલાવનાર બેનના નિવાસસ્થાને અભ્યાસ કરે છે પણ દૂર રહેતા બાળકો નું ભવિષ્ય નષ્ટ થઈ ગયું છે . સરકાર બાળકો ના ભવિષ્ય માટે ભણતર માટે અનેક પ્રયત્નો કરી રહી છે પણ વચેટિયા અધિકારીઓની સાંઠગાંઠ અને કમિશનની લાલચે આજે ઉછળતા ભૂલકાં ઓની જીંદગી સાથે ખીલવાડ કરી છે ત્યારે લોકો ની માંગ ઉઠી છે કે આ બાળમંદિર ના બાળકો ને ન્યાય મળશે ખરો એજ જોવું રહ્યું.