ભરૂચ શહેરમાં સાયબર ફ્રોડનો એક ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે,જ્યાં સી ડિવિઝન પોલીસે પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે

આ કેસમાં આરોપીઓએ બે મજૂરોના બેંક ખાતાનો ઉપયોગ કરીને 28.20 લાખ રૂપિયાની ઠગાઈ આચરી હતી.

 

આ કામના આરોપી શૈલેષ સુરેશભાઈ ચૌહાણ આર.કે. સેલેસ્ટીયલ સાઈટ પર સુપરવાઈઝર તરીકે કામ કરતો હતો. તેણે તેના બે મજૂરો – રામ સેવક સાહની અને રામલાલ મહંતોના બેંક ખાતાનો દુરુપયોગ કર્યો હતો.શૈલેષે તેના બંને મજૂરોને જણાવ્યું કે તેનું બેંક ખાતું બંધ થઈ ગયું છે અને તેના કોન્ટ્રાક્ટના પૈસા તેમના ખાતામાં જમા કરવા માંગે છે.

 

ત્યાર બાદ ઓગસ્ટ 2024માં, રામલાલના SBI અને BOB ખાતામાં અનુક્રમે 9.20 લાખ અને 9.50 લાખ રૂપિયા જમા કરવામાં આવ્યા, જ્યારે રામ સેવકના SBI ખાતામાં 9.50 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.આ અંદાજીત બંને મળીને કુલ રકમ 28.20 લાખ તેઓએ ચેકથી ઉપાડીને શૈલેષ ચૌહાણને આપ્યા હતા.

 

જોકે ત્યાર બાદ બંને અરજદારના બેંક એકાઉન્ટ સીઝ થઈ જતાં તેઓએ બેંકમાં તપાસ કરતા તેમના એકાઉન્ટમાં કોઈ ફ્રોડ થયો હોવાનું જાણવા મળતાં તેઓએ બંને અરજદારોએ સી ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરતાં સમગ્ર પ્રકરણનો પર્દાફાશ થયો હતો.

 

આ તપાસમાં પોલીસે શૈલેષ ચૌહાણને ઝડપી પાડતા તપાસમાં બહાર આવ્યું કે આ સમગ્ર કૌભાંડમાં રવિરાજ ચૌહાણ, વિકાસ યાદવ,રાહુલ ચૌહાણ અને મોરિયા વિજય કુમાર ગોવિંદ પણ સામેલ હતા. આ રકમ સાયબર ફ્રોડથી મેળવવામાં આવી હતી અને મજૂરોના ખાતાનો ઉપયોગ માત્ર રકમ ટ્રાન્સફર કરવા માટે કરવામાં આવ્યો હતો.

 

પોલીસે આ કેસમાં પાંચ આરોપીઓની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.આ સમગ્ર ઘટના અંગે ભરૂચ શહેર ડીવાયએસપી સી કે પટેલે માહિતી આપી હતી…

 

બાઈટ:- ભરૂચ ડીવાયએસપી સી. કે પટેલ

Leave a Comment