કોઈ પૈસાદાર વ્યક્તિ કે કોઈ વગદાર વ્યક્તિ કે કોઈ રાજકારણી વ્યક્તિ જ સમાજ માટે કઈ કરી શકે એવું જરૂરી નથી હોતું. કેટલાયે સમય થી સમાજ ને લીડર તરીકે એવી વ્યક્તિ ની જરૂર હતી જે સમાજ ના તમામ રાજકારણ અને દબાણો થી હટી ને સમાજ માટે કામ કરે. સમાજ ના નાના થી નાના વ્યક્તિ જે જોડે રાખી ને ચાલે. બધા જે આજે સમાજ ના નેતા ઓ બની ને બેઠા છે એ એક સમય માં સામાન્ય વ્યક્તિ જ હતા. હવે મુસ્લિમ સમાજ ની સૌથી મોટી જમાત ના લીડર તરીકે આજે એક સામાન્ય વ્યક્તિ ચૂંટાય આવ્યો છે તો સમાજ ના યુવા ઓ ની ફરજ છે કે એમને સપોર્ટ કરી સમાજ નું સારું કામ થાય એમાં સહયોગ આપે. સમાજ ના પ્રમુખ તરીકે બાબુભાઈ અત્તરી નું અમે સ્વાગત કરીએ છીએ અને વાયદો કરીએ છીએ જ્યાં અમારી જરૂર પડે ત્યાં બાબુભાઈ માટે અમે હાજર રહીશું. મુબારક બાબુભાઈ અત્તારી.
