
ભરૂચ જિલ્લા જંબુસર તાલુકાના અમનપુર ગામે આચાર્યશ્રીનો વય નિવૃત્તિ સન્માન કાર્યક્રમ યોજાયો
મળતી માહિતી મુજબ જંબુસર તાલુકાના અમનપુર ગામ ની પ્રાથમિક મિશ્ર શાળામાં છેલ્લા દસ વર્ષથી આચાર્ય તરીકેની ભૂમિકા ભજવતા પટેલ ભરતભાઈ વિઠ્ઠલભાઈ નો વિદાય સન્માન કાર્યક્રમ રંગે ચંગે ઉજવવામાં આવ્યો આ પ્રસંગે તાલુકા બીઆરસીસી અશ્વિનભાઈ પઢીયાર સાહેબ બીઆર પી શ્રી હર્ષદભાઈ મકવાણા જંબુસર તાલુકા શિક્ષક સંઘના મહામંત્રી શ્રી શંકરભાઇ પઢિયાર સાહેબ ગામના મોભી એવા શ્રીમાન ઠાકોર દાદા તથા ગ્રુપ શાળાના આચાર્યશ્રી તેમજ તમામ શાળાઓના આચાર્ય મિત્રો અને શિક્ષક મિત્રો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા પ્રસંગને અનુરૂપ પ્રવચન કરતા બીઆરસીસી અશ્વિનભાઈ જણાવ્યું હતું કે અત્રેના યુગમાં શિક્ષણ એ જ કલ્યાણ છે જો તમે તમારો બાળકને સંપૂર્ણ શિક્ષણ નહીં આપો તો તે નો વિકાસ અટકી જશે અને તેવા સંજોગોમાં નિવૃત આચાર્ય ની શિક્ષણની ભૂમિકા ના ખૂબ વખાણ કર્યા હતા નિવૃત્ત આચાર્યના ગુણોનું વર્ણન કરતા તેઓ એ જણાવ્યું કે તેમની કાર્ય કરવાની પદ્ધતિ ચોકસાઈ પોઝિટિવ થીંકિંગ ધરાવતા ભરત સાહેબ ની આ આ શાળા અને શિક્ષણ જગતને સદાય ખોટ રહેશે. સાથે પધારેલા તેમના મિત્રો સગા સંબંધીઓ અને ગામ લોકોએ તેમનું પુષ્પગુચ્છ પુષ્પહાર અને મોમેન્ટો આપી તેમનો ઉષ્માભર્યું સન્માન કર્યું હતું ત્યારબાદ હવે પછીના શાળાના સુકાની મોહનભાઈ સાહેબનું સન્માન કરવામાં આવ્યું હતું
સમગ્ર વિદાય સન્માન સમારોહ નું સફળ સંચાલન શાળાના શિક્ષક શ્રી જશવંતસિંહ પઢિયાર દ્વારા કરવામાં આવ્યું હતું
રિપોર્ટર દેવેન્દ્ર મિસ્ત્રી જંબુસર