નવયુગ વિદ્યાલય જંબુસર નું SSC બોર્ડમાં દીકરીઓનું 100 % પરિણામ
નવયુગ વિદ્યાલય જંબુસરમાં 2025નું બોર્ડનું પરિણામ 95.08 % આવેલ છે.જેમાં 61 માંથી 58 વિદ્યાર્થીઓ પાસ થયેલ છે.ઉલ્લેખનીય બાબત એ છે કે તેમાં દીકરીઓનું 100 % પરિણામ છે.
શાળામાં પ્રથમ ક્રમે રાઠોડ રિતેશકુમાર ઈશ્વરભાઈ 92.16 % A1ગ્રેડ બીજા ક્રમે ચૌહાણ હર્ષદભાઈ વિનોદચંદ્ર 91.66% A1 ગ્રેડ અને ત્રીજા ક્રમે ઠાકોર કરુણાબેન કમલેશભાઈ 87.05% A2 ગ્રેડ મેળવેલ છે.
શાળામાં તમામ ઉત્તીર્ણ વિદ્યાર્થીઓને શાળા પરિવારે અને શાળા મંડળના પ્રમુખશ્રી મહેશભાઈ સોલંકી એ અભિનંદન આપી ભાવી જીવન માટે શુભેચ્છાઓ પાઠવી છે.
રિપોર્ટર દેવેન્દ્ર મિસ્ત્રી જંબુસર