સરકારશ્રી દ્વારા ગરીબ પરિવારને રહેવા માટે અને પોતાનું ઘર બનાવવા માટે સરકાર શ્રી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અમલવામાં આવી છે. અને વખતો વખત સરકાર શ્રી દ્વારા ગરીબ પરિવારનું સર્વે કરી ગરીબ પરિવારોને આ યોજનાનો લાભ મળે તે માટે સરકારશ્રી દ્વારા વારંવાર પ્રયત્ન કરવામાં આવે છે. અને સમાજના છેલ્લા વર્ગ સુધી આ યોજનાનો લાભ મળી રહે તે માટે સરકાર શ્રી દ્વારા કાર્ય કરવામાં આવે છે. અને આ યોજનાનો લાભ દરેક ગામના દરેક ગરીબ પરિવારોને મળી રહે તે માટે જે તે ગામના ગામ પંચાયતના તલાટી શ્રી ઓને તેનું સર્વે કરવાનું તથા આવાસ થી વંચિત ગરીબ પરિવારની નોંધણી કરવાની હોય છે પણ તોરણા ગામ પંચાયતના તલાટી આ ગરીબ પરિવારોને યોજનાઓથી વંચિત રાખવાની કામગીરી કરી રહ્યા છે. અને ગરીબ પરિવારોને આ યોજનાથી વંચિત રાખી જ રહ્યા છે. આ ગામ પંચાયતના તલાટી ની સામે આ સંદર્ભમાં ગામના જાગૃત નાગરિક દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરવામાં આવેલ છે.
સુરેશપરમાર
બ્યુરોચીફ ખેડા.
ઇંડિયન ટીવી ન્યુજ