
હાજીપીર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિસ્ફોટક પદાર્થના પાસ-પરમિટ વિના ગોળાઓ રાખનાર ત્રણ ઇસમોને હાજીપીર પોલીસે ઝડપ્યા છે.
બોર્ડર રેન્જ કચ્છ-ભુજના મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ શ્રી વિકાસ સુંડા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક ભુજ વિભાગ શ્રી આર.ડી. જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ કચ્છ જિલ્લામાં મહાનુભાવો પધારવાના હોવાથી સઘન પેટ્રોલિંગ હાથ ધરાયું હતું.
પેટ્રોલિંગ દરમિયાન હાજીપીરથી ઢોરા માર્ગ પર આવેલી શંકાસ્પદ **બોલેરો પિકઅપ (GJ-12-CT-0586)**ને રોકી તપાસ કરતા ડ્રાઈવર સીટ નીચે પ્લાસ્ટિકની કોથળીમાંથી ઘઉંના લોટથી ઢાંકેલા કુલ 55 વિસ્ફોટક ગોળા (કિંમત અંદાજે ₹5,500/-) મળ્યા હતા.
પાસ-પરમિટ અંગે પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ ન આપતા, તેમ જ કબ્જામાંથી મળેલ લોખંડનો કોયથો અને બે છરી અંગે પણ યોગ્ય સ્પષ્ટતા ન મળતા ત્રણેય આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
કાયદાકીય કાર્યવાહી:
હાજીપીર પો.સ્ટે ગુ.ર.નં. 11205049250008/25
વિધિમાનઃ Explosive Act 1884 – કલમ 9(B), 1(A)(B) તથા GP Act હેઠળ કાર્યવાહી.
પકડાયેલા આરોપીઓ:
પ્રકાશ હિરાભાઈ સથવારા (ઉ.વ. 25), રહે: હેમલાઈ ફળિયું, અંજાર-કચ્છ
રાજુ વેલજી દાતણીયા (ઉ.વ. 35), રહે: સતાપર, તા. અંજાર, કચ્છ
હિરા કાનજી દાતણીયા (ઉ.વ. 28), રહે: હેમલાઈ ફળિયું, અંજાર-કચ્છ
કામગીરી કરનાર અધિકારીઓ / સ્ટાફ:
પો.સબ.ઇન્સ. વી.ડી. ગોહિલ
એ.એસ.આઈ. કિશોરસિંહ જાડેજા
પો.હેડ કોન્સ્ટેબલ – કિરણકુમાર નાયી, દિનેશભાઈ ચૌધરી
પો.કોન્સ. – પીન્ટુભાઈ ખરાડી
એલ.આર.પી.સી. – વિજયભાઈ ચાવડા, ચત્રસિંહ સોઢા
— હાજીપીર પોલીસ સ્ટેશન
રિપોર્ટ બાય : આદમ નોતિયાર
ઇન્ડિયન ટીવી – ન્યૂઝ બિયરો ચીફ, લખપત તાલુકા