
*ડાંગના દાવદહાડ ગામમાં પ્રાકૃતિક કૃષિ અંગેની તાલીમ યોજાઈ*
–
સંગીતા ભોંયે :આહવા : તા: ૧૬:
ડાંગ જિલ્લામાં હનવતચૌન્ડ ક્લસ્ટરમાં સમાવિષ્ટ દાવદહાડ ગામે આજ રોજ કૃષિ સખી દ્વારા ક્લસ્ટર બેઝ તાલીમનું આયોજન કરી પ્રાકૃતિક કૃષિ અંગેની તાલીમ આપવામાં આવી હતી.
ડાંગ જિલ્લા આત્મા પ્રોજેક્ટ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પ્રાકૃતિક કૃષિ વિશે રવિ સિઝનમાં વાવવામાં આવતા પાકો વિશે માહિતી આપવામાં આવી હતી. ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના પાંચ આયામ જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત, આચ્છાદાન અને મિશ્ર પાક પદ્ધતિ વિશે સમજણ આપી રાસાયણિક ખાતરને તિલાંજલી આપવા હિમાયત કરી હતી.
–