
“ઓપરેશન મિલાપ” અંતર્ગત સગીર દીકરીને ગણતરીના કલાકોમાં શોધી પરિવાર સાથે પુનઃમિલન કરાવતી વઘઈ પોલીસ
*ઝાકિર ઝંકાર*
*ડાંગ | આહવા* તા,૫/૧/૨૦૨૬
ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક સુશ્રી પૂજા યાદવ સાહેબ દ્વારા જિલ્લામાં નોંધાતા ગુમ થયેલ તથા અપહરણ સંબંધિત કેસોમાં સંવેદનશીલતા દાખવી તાત્કાલિક અને અસરકારક કાર્યવાહી કરવા તમામ પોલીસ સ્ટેશનોને સૂચનાઓ આપવામાં આવેલ છે.
આ સૂચનાઓના અનુસંધાને, નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.આર. ડિંમરી સાહેબ (આહવા વિભાગ) ના માર્ગદર્શન હેઠળ વઘઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સગીર વયની દીકરી કોઈને જાણ કર્યા વિના ઘરેથી નીકળી ગયેલ હોવાની માહિતી મળતા જ તાત્કાલિક “ઓપરેશન મિલાપ” અંતર્ગત શોધખોળ શરૂ કરવામાં આવી.
વઘઈ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી.કે. ગઢવી સાહેબે તરત જ અલગ-અલગ પોલીસ ટીમો બનાવી ટેકનિકલ સોર્સ તથા હ્યુમન સોર્સની મદદથી શોધખોળ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સગીર દીકરી ધોધલપાડા વિસ્તારમાં હોવાની ચોક્કસ માહિતી મળતા, તાત્કાલિક પોલીસ ટીમને ત્યાં મોકલવામાં આવી.
પોલીસ ટીમે સગીર દીકરીનો સંપર્ક કરી યોગ્ય કાઉન્સેલિંગ આપીને તેને સુરક્ષિત રીતે વઘઈ પોલીસ સ્ટેશન ખાતે લાવી, ગણતરીના કલાકોમાં તેના પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું હતું. દીકરીને સુરક્ષિત રીતે મળતા પરિવારજનોએ પોલીસની ઝડપી અને માનવીય કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
*આ કામગીરીમાં જોડાયેલ પોલીસ અધિકારીઓ/કર્મચારીઓ:*
1. શ્રી વી.કે. ગઢવી – પોલીસ ઇન્સ્પેક્ટર
2. અ.હે.કો. દિનેશભાઈ પાંડુભાઈ (બ.નં. 159)
3. અ.હે.કો. જયરામભાઈ સીમગુભાઈ (બ.નં. 155)
4. અ.પો.કો. રવિંદ્રભાઈ હર્ષદભાઈ (બ.નં. 190)
5. વુ.પો.કો. કોમલબેન નાથાભાઈ (બ.નં. 209)
*ડાંગ જિલ્લા પોલીસ દ્વારા ફરી એકવાર સાબિત થયું છે કે ગુમ થયેલ બાળકોની શોધમાં પોલીસ સંપૂર્ણ સંવેદનશીલતા અને તત્પરતા સાથે કાર્ય કરી રહી છે.*