

*દયાપરમાં પી.આઈ. શ્રી ચુડાસમા સાહેબને ભાવભીની વિદાય*
આજ રોજ તા. 12/01/2026 ના રોજ દયાપર ખાતે પી.આઈ. શ્રી ચુડાસમા સાહેબની બદલી નિમિત્તે એક ભાવસભર વિદાય સંભારમનું આયોજન કરવામાં આવ્યું હતું. ફરજ પ્રત્યેની નિષ્ઠા, માનવતાભરી કામગીરી અને લોકસેવાને જીવનમંત્ર બનાવનાર ચુડાસમા સાહેબને સમગ્ર તાલુકાએ આદરપૂર્વક વિદાય આપી.
આ સંભારમમાં મામલતદાર સાહેબ, તાલુકા વિકાસ અધિકારી સાહેબ, દયાપર પોલીસ સમગ્ર સ્ટાફ, asi હરદીપ સિંહ, વિજય સિંહ, ભરત રાણા સાહેબ મુકેશ ભાઈ, તાલુકા પ્રતિનિધિ જસુભા જાડેજા, તાલુકા ઉપપ્રમુખ રાજુ સરદાર, જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા હુસેન રાયમા, ખાનમામદ નોતિયાર, જત અલી ભાઈ સહિત લખપત તાલુકાના વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ, ગ્રામજનો અને વેપારી મિત્રો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા.
ચુડાસમા સાહેબના કાર્યકાળ દરમિયાન કાયદો-વ્યવસ્થાની સાથે માનવીય સંવેદનાનો સંદેશ પણ સમાજ સુધી પહોંચ્યો. તેમની ફરજદારી માત્ર યુનિફોર્મ સુધી સીમિત ન રહી, પરંતુ જનસેવાની જીવંત મિસાલ બની.
વિદાયના ક્ષણે સૌની આંખોમાં લાગણી અને હોઠ પર શુભેચ્છાઓ હતી.
🌸 “જ્યાં સેવા છે ત્યાં સાહેબની ઓળખ,
લોકહિતમાં જીવ્યા – એ જ સાચી નોખ.” 🌸
લખપત તાલુકાની જનતા તરફથી ચુડાસમા સાહેબને તેમના આગામી કાર્યસ્થળ માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી.
રિપોર્ટ બાય:
આદમ નોતિયાર
ઇન્ડિયા ટીવી ન્યૂઝ લખપત તાલુકા