
**વિશ્વ કેન્સર દિવસ : આયુષ્માન કાર્ડ બન્યું જીવનરક્ષક કવચ**
ઝાકિર ઝંકાર | આહવા : તા. ૩
ડાંગ જિલ્લાના ભિસ્યા ગામના ૪૦ વર્ષીય મહેશભાઈ બાગુલે આયુષ્માન ભારત–પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ મફત સારવાર મેળવી કિડની કેન્સર સામે જીત મેળવી. સારવારનો રૂ. ૭૫ હજારથી વધુનો ખર્ચ સરકાર દ્વારા ઉપાડવામાં આવ્યો.
ડાંગ જિલ્લામાં અત્યાર સુધી ૪,૮૮૭ દર્દીઓને રૂ. ૧૧.૨૫ કરોડની નિ:શુલ્ક સારવાર મળી છે. આયુષ્માન કાર્ડ ગરીબ અને જરૂરતમંદો માટે સંજીવની સાબિત થયું છે.