

*સરકારી વિનયન અને વાણિજય કોલેજ આહવામાં Union Budget-2026 વિષય હેઠળ “BUDGET TALK@CAMPUS” કાર્યક્રમનું આયોજન કરાયું :*
–
ઝાકિર ઝંકાર : આહવા: તા: ૧૦
ડાંગ જિલ્લાની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવાના NSS વિભાગ દ્વારા ઉચ્ચ શિક્ષણ કમિશનરશ્રીના આદેશ અને કોલેજના આચાયૅશ્રીના માર્ગદર્શન હેઠળ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ સંદર્ભ સકારાત્મક અસરોથી વિદ્યાર્થીઓ જાગૃત થાય તેની માહિતી મેળવે એ હેતુથી “Union Budget-2026 હેઠળ “BUDGET TALK@CAMPUS” વિષય પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સરકારના પ્રતિનિધિ તરીકે સંગઠન મંત્રી શ્રી સંજયભાઈ પાટીલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ વિદ્યાર્થીઓને “BUDGET TALK@CAMPUS” વિષય પર બજેટ વિશે સામાન્ય માહિતી આપી હતી તેમજ આ યુવાઓ માટેનું બજેટ ગણાવ્યું હતું અને સરકારની યોજનાઓ તેમજ વિકાસની ગાથા વર્ણવી હતી.
કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે સરકારી વિનયન અને વાણિજય કોલેજ સોનગઢ, અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક શ્રી ઉમેશકુમાર જે.ચૌધરી તેઓએ “BUDGET TALK@CAMPUS” વિષય પર પી.પી.ટી દ્વારા વિદ્યાર્થીઓને બજેટ વિષયે વિસ્તાર થી સમજાવ્યું હતું તેમજ અંદાજપત્રનો ટુંકો ઈતિહાસ, અર્થ અંદાજપત્રના ઉદેશો, તેમના ખાતાઓ જેવા કે આવક અને ખર્ચ તેમજ “Union Budget-2026માં રૂપિયા ક્યાંથી આવશે જેમાં તમને જણાવ્યું કે ૨૧ ટકા આવક વેરા (income TAX) અને ૧૫ ટકા ટેક્ષ GSTમાં આવશે અન્ય ક્ષેત્રો પણ તેમને જણાવ્યા હતાં તેવીજ રીતે રૂપિયા કયા જશે તે અંગેની પણ માહિતી આપી હતી. સાથે અંદાજપત્રની 2026-27 ની મુખ્ય બાબતો વિશે પણ વિદ્યાર્થીને જણાવ્યું હતું જેમાં MSME અંગે તેમજ માળખાકીય સુવિધાઓ વિશે શહેરી વિકાસ અને પ્રવાસન ક્ષેત્રને વૃદ્ધિ કરવા માટે વ્યવસાય કરવાની સરળતા વગેરે વિષય પર સંપૂર્ણ માહિતી બજેટ વિષય પર વિદ્યાર્થીઓને આપી હતી.
–