

વિશ્વ સિકલ સેલ દિવસ નિમિત્તે ડાંગ જિલ્લામાં જાગૃતિ અને નિદાન અભિયાન
રિપોર્ટર; ઝાકિર ઝંકાર : આહવા ડાંગ,
વિશ્વ સિકલ સેલ દિવસ નિમિત્તે ડાંગ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા જિલ્લામાં વિવિધ જાગૃતિ કાર્યક્રમો, નિદાન શિબિરો અને આરોગ્ય મેળાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
સિકલ સેલ એનિમિયા અંગે લોકોમાં જાગૃતિ લાવવા, સમયસર નિદાન અને યોગ્ય સારવાર અંગે માહિતી આપવા માટે આરોગ્ય કેન્દ્રો, PHC, CHC તથા શાળાઓમાં વિશેષ કાર્યક્રમો યોજાયા હતા. સાપુતારાની ઋતુમ્ભરા સ્કૂલ ખાતે આયોજિત કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સિકલ સેલ રોગના કારણો, લક્ષણો અને બચાવ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા નિઃશુલ્ક સ્ક્રીનિંગ, બ્લડ ટેસ્ટ, કાઉન્સેલિંગ અને દવાઓની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આરોગ્ય વિભાગે નાગરિકોને સિકલ સેલ માટે સમયસર તપાસ કરાવવા અને સરકાર દ્વારા ઉપલબ્ધ સારવાર સેવાઓનો લાભ લેવા અપીલ કરી છે.