વર્ષો સુધી ઘર-ઘરથી કચરો એકત્ર કરતી મહિલા હવે વોર્ડ નં. 5માંથી ચૂંટણીના મેદાનમાં
દેવગઢ બારિયા નગરપાલિકાની પેટા ચૂંટણીમાં આ વખતે એક અનોખું અને ચર્ચાસ્પદ ચિત્ર સામે આવ્યું વર્ષોથી નગરમાં સફાઈ કામગીરી અંતર્ગત ઘર ઘર જઈ કચરો એકત્ર કરતી અનુસૂચિત જાતિની મહિલા લક્ષ્મીબેન મુકેશભાઈ હરિજનને કોંગ્રેસે વોર્ડ નંબર 5માંથી ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા
લક્ષ્મીબેન વર્ષોથી નગરના અનેક વિસ્તારોમાં દરરોજ સવારે લોકોના દરવાજે પહોંચી કચરો એકત્ર કરવાની ફરજ બજાવતા હોવાથી તેઓ નગરજનોમાં સારી ઓળખ ધરાવે હવે એ જ લક્ષ્મીબેન ચૂંટણી ઉમેદવાર તરીકે ઘર ઘર જઈ મતદારોનો આશીર્વાદ અને મત માંગશે
કોંગ્રેસના આ નિર્ણયે સ્થાનિક રાજકારણમાં ખાસ ચર્ચા જગાવી સામાન્ય પરિવારમાંથી આવતી અને વર્ષોથી નગરની સેવા કરતી મહિલાને ઉમેદવારી આપતાં અનેક લોકો આ નિર્ણયને અલગ દૃષ્ટિકોણથી જોઈ રહ્યા હવે મતદારો લક્ષ્મીબેનને કેટલો સાથ આપે છે તે 28 જુલાઈના મતદાન બાદ અને પરિણામોમાં સ્પષ્ટ થશે.
રિપોર્ટ : દર્શન સુતરીયા, દેવગઢ બારિયા