
*દાહોદના જિલ્લા વિકાસ અધિકારી તરીકે પદભાર સંભાળતા શ્રી હિરેન બારોટ*
૦૦૦
દાહોદ જિલ્લા વિકાસ અધિકારી તરીકે શ્રી હિરેન બારોટ પદભાર સંભાળી લીધો છે. આ અગાઉ તેઓ પેટલાદ ખાતે આસિસ્ટન્ટ કલેકટર તરીકે અને મોડાસા ખાતે પ્રાયોજના વહીવટદાર તરીકે ફરજ બજાવતા હતા. તેઓ વર્ષ ૨૦૨૨ ની બેચના આઇએએસ અધિકારી છે.
૦૦૦
રિપોર્ટર દર્શન સુતરીયા