રાજુલા એસ ટી ડેપો અંધેરી નગરી અને ગંડુ રાજા જેવો માહોલ….
જાફરાબાદ શહેર ના મુસાફરો ને સારી સુવિધા વાળી બસ મળી હતી તે પણ બંઘ કરી દેવાતા મુસાફરો પરેશાન,
રાજુલા ઓખા 3 દિવસ થી બંધ ને અધિકારી ઓ નું પેટનું પાણી પણ હલતું નથી
ધારાસભ્યના ગામમાંથી પસાર થતો રૂટ બંધ ત્યારે ધારાસભ્ય જાગૃત થશે ?
સાત હજાર રૂપિયા આવક લાવતો રૂટ શરૂ અને 50000 રૂપિયા આવક વાળો રૂટ બંધ…
રાજુલા એસટી ડેપોમાં અંધેરી નગરી અને ગંડુ રાજા જેવો માહોલ જોવા મળ્યો
રાજુલા એસટી ડેપોમાં છેલ્લા ત્રણ દિવસથી સાંજે 6:00 કલાકે ઉપડતી રાજુલા ઓખા સતત ત્રણ દિવસથી બંધ કરવામાં આવી છે ત્યારે રાજુલા એસટી ડેપોમાં વધુમાં વધુ રૂપિયા લાવતો રુટ અચાનક બંધ કરવામાં આવ્યો ત્યારે જોવાની વાત એ છે કે રાજુલા એસટી ડેપોમાં આવા અનેક રૂટ ચલાવવામાં આવે છે કે જેમાં આવક નથી ત્યારે આવા રૂટ બંધ કરવા ના બદલે અંદાજિત 50,000 રૂપિયા લાવતી રાજુલા ઓખાને અચાનક બંધ કરવામાં આવી આની પાછળ કોઈ રાજકારણ કે પછી ડેપો મેનેજરનું મનસ્વી વર્તન !!!કે આની પાછળ કોઈ મોટા માણસ ની ભલામણ !!
જોવાની વાત એ છે કે ધારાસભ્યના ગામમાંથી પસાર થતી બસ ધારાસભ્યના ગામના નગરજનોને મળતી સુવિધા અચાનક બંધ કરવામાં આવી ત્યારે શું ધારાસભ્ય આ બાબતે જાગૃત થશે ?
રાજુલા ડેપો માં નવા રૂટ આપવા ના બદલે જે રૂટ શરૂ છે તેને જ બંધ કરવામાં આવે છે આની પાછળ કયું પરિબળ કામ કરે છે તે રાજુલા શહેર માં ચર્ચા નો વિષય બનવા પામેલ છે.
બાબુભાઈ વાઢેળ જાફરાબાદ