

રાજકોટ મહાનગરપાલિકાના પ્રશંસનીય અભિયાન “મિશન ગ્રીન રાજકોટ – 25 લાખ વૃક્ષો” અંતર્ગત આજે વોર્ડ નં. 1, વોર્ડ ઓફિસ ખાતે વિનામૂલ્યે રોપા વિતરણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉત્સાહી નાગરિકોએ જોડાઈને રોપાઓ મેળવ્યા હતા અને પ્રકૃતિ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
રાજકોટ બ્યુરો તરુણ નિમાવત