

*નારીવંદન ઉત્સવ–2026 અંતર્ગત “મહિલા સ્વાવલંબન દિવસ” નિમિત્તે 181 અભયમ મહિલા હેલ્પલાઇન અને 1098 ચાઇલ્ડ હેલ્પલાઇન ટીમ આહવા દ્વારા સંયુક્ત જાગૃતિ કાર્યક્રમ યોજાયો*
*181 અભયમ મહિલા હેલ્પલાઇન અને 1098 ચાઇલ્ડ હેલ્પલાઇન ટીમ આહવા દ્વારા _ઉવશી માધ્યમિક કન્યા છાતાલય_ ખાતે વિદ્યાર્થિનીઓને મહિલા સુરક્ષા, બાળ સુરક્ષા, સ્વાવલંબન, કારકિર્દી માર્ગદર્શન, PBSC, OSC તથા વિવિધ સરકારી યોજનાઓ અંગે માહિતગાર કરવામાં આવી*
*રિપોર્ટર; ઝાકિર ઝંકાર , આહવા ડાંગ*
નારીવંદન ઉત્સવ–2026 અંતર્ગત “મહિલા સ્વાવલંબન દિવસ” નિમિત્તે 181 અભયમ મહિલા હેલ્પલાઇન અને 1098 ચાઇલ્ડ હેલ્પલાઇન ટીમ આહવા દ્વારા ઉવશી માધ્યમિક કન્યા છાતાલય ખાતે સંયુક્ત મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
નારીવંદન ઉત્સવ–2026નો મુખ્ય હેતુ મહિલાઓના સુરક્ષા, શિક્ષણ, સ્વાવલંબન, નેતૃત્વ, સ્વાસ્થ્ય અને સર્વાંગી સશક્તિકરણને પ્રોત્સાહન આપવાનો છે. ઉત્સવ દરમિયાન વિવિધ વિષય આધારિત કાર્યક્રમો દ્વારા મહિલાઓને તેમના અધિકારો, સરકારી યોજનાઓ અને ઉપલબ્ધ સેવાઓ અંગે જાગૃત કરવામાં આવે છે.
મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ મહિલાઓ અને યુવતીઓને શિક્ષણ, કૌશલ્ય વિકાસ, આત્મનિર્ભરતા, સ્વરોજગાર, રોજગારી અને આત્મવિશ્વાસ તરફ પ્રેરિત કરવાનો છે, જેથી તેઓ પોતાના અધિકારો વિશે જાગૃત બની સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં સશક્ત યોગદાન આપી શકે.
કાર્યક્રમ દરમિયાન 181 અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા ઘરેલુ હિંસા, છેડતી, સાયબર ગુનાઓ, મહિલા અધિકારો, કાઉન્સેલિંગ અને તાત્કાલિક સહાય અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. 1098 ચાઇલ્ડ હેલ્પલાઇન દ્વારા બાળ સુરક્ષા, બાળ અધિકારો, બાળલગ્ન, બાળમજૂરી, બાળ શોષણ અને મુશ્કેલીમાં મુકાયેલા બાળકોને મળતી નિઃશુલ્ક 24×7 સહાય અંગે સમજ આપવામાં આવી હતી. ઉપરાંત PBSC, OSC, શિક્ષણનું મહત્વ, કારકિર્દી માર્ગદર્શન તથા સરકારની વિવિધ મહિલા અને બાળ કલ્યાણ યોજનાઓ અંગે પણ વિદ્યાર્થિનીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમના અંતે જરૂરિયાત સમયે મહિલાઓને 181 અભયમ મહિલા હેલ્પલાઇન તથા બાળકો સંબંધિત કોઈપણ સમસ્યામાં 1098 ચાઇલ્ડ હેલ્પલાઇનનો નિઃશંક સંપર્ક કરવા તેમજ અન્ય લોકોને પણ આ સેવાઓ વિશે માહિતગાર કરવા અપીલ કરવામાં આવી હતી.