સુરતના ચર્ચિત આસિફખાન પઠાણ હત્યા કેસમાં લિંબાયત પોલીસે મોટો ખુલાસો કરીને મુખ્ય સુત્રધાર અને કુખ્યાત બિલ્ડર મોહમ્મદ હાસીમ કબુલ એહમદ સિદ્દીકીની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ સામાન્ય ઝઘડો નહીં, પરંતુ પૂર્વ આયોજિત કોન્ટ્રાક્ટ કિલિંગ સુપારી આપી કરાવેલી હત્યા નો મામલો હતો.૧૩ મે ૨૦૨૬ ના રોજ લિંબાયત વિસ્તારમાં નીલગીરી સર્કલ મારુતિ સર્કલ પાસે આવેલા હિન્દ ટી સેન્ટર સામે આ ગુનાને અંજામ આપવામાં આવ્યો હતો,૨૬ વર્ષીય આશીફખાન ઇરશતખાન પઠાણ પર સરાજાહેર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરી તેની નિર્મમ હત્યા કરવામાં આવી હતી,પોલીસે અગાઉ આ કેસમાં ૪ શૂટરો અને બાતમીદારોની ધરપકડ કરી હતી. પરંતુ, હત્યા પાછળનો અસલી માસ્ટરમાઇન્ડ કોણ છે તે અંગે તપાસ ચાલુ હતી,બિલ્ડર હાસીમ સિદ્દીકી ખૂબ જ શાતિર ગુનેગાર હોવાથી તેણે પોલીસને ગેરમાર્ગે
દોરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ લિંબાયત પોલીસના પીઆઈ ડી.ડી. ચૌહાણ (PI DD Chauhan) ની ટીમે અત્યાધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કર્યો હતો,હાસીમ અને તેના સાગરીતો વાતચીત કરવા માટે અલગ-અલગ ડમી સિમકાર્ડ અને મોબાઈલ ફોન વાપરતા હતા.હત્યા કર્યા બાદ, હાસીમ પકડાયેલા આરોપીઓના પરિવારને દર મહિને ₹૩૦,૦૦૦ ચૂકવતો હતો જેથી કોઈ તેનું નામ ન આપેકોર્ટની મંજૂરી મેળવીને ૧૩ જુલાઈથી ૧૮ જુલાઈ દરમિયાન હાસીમનો પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવ્યો. હાસીમને ઓવર-કોન્ફિડન્સ હતો કે તે બચી જશે, પરંતુ ટેસ્ટમાં તેનો ભાંડો ફૂટી ગયો અને તે ખોટું બોલતો હોવાનું સાબિત થયું
Bureau chief : SUMIT SHUKLA