સુરત શહેરના ડીંડોલી, નવાગામ સ્થિત લક્ષ્મણનગર વિસ્તારમાં થયેલા ચકચારી પ્રવીણ કોળી ઉર્ફે આંબા હત્યાકેસ ડીંડોલી પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે આ મામલે સઘન તપાસ આદરીને વધુ ત્રણ આરોપીઓને રાઉન્ડઅપ કર્યા છે, જેમાં એક સગીર વયના કિશોરનો પણ સમાવેશ થાય છે.જમવા બાબતે થઈ હતી માથાકૂટમળતી માહિતી મુજબ, ગત તારીખ 30/07/2026ના રોજ મોડી રાત્રે આશરે પોણા એક વાગ્યાના સુમારે લક્ષ્મણનગર વિસ્તારમાં લોહિયાળ ખેલ ખેલાયો હતો. મૃતક પ્રવીણ ઉર્ફે આંબો પોતે પણ ગુનાહિત ઈતિહાસ ધરાવતો હતો. જમવા બાબતે થયેલી સામાન્ય બોલાચાલી અને જૂની અદાવત ઉગ્ર બનતા આરોપીઓએ પ્રવીણ પર ચપ્પુના ઉપરાછાપરી ઘા ઝીંકી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. આ અંગે મૃતકના ભાઈ દ્વારા ડીંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.યુપી ભાગી જાય તે પહેલા જ દબોચી લીધાઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને એસીપી (ACP) એન. પી. ગોહિલના માર્ગદર્શન હેઠળ ડીંડોલી પોલીસની સર્વેલન્સ ટીમે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે ચોક્કસ બાતમી મળી હતી કે, હત્યાની ઘટનામાં સામેલ અન્ય આરોપીઓ સુરત છોડીને ઉત્તર પ્રદેશ ભાગવાની પેરવીમાં છે. પોલીસે તુરંત જ વોચ ગોઠવીને ફરાર આરોપીઓ સહિત કાયદાના સંઘર્ષમાં આવેલા સગીરને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આગળની પોલીસ કાર્યવાહીડીંડોલી પોલીસે પકડાયેલા બંને મુખ્ય આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરી છે, જેથી હત્યામાં વપરાયેલા હથિયારો અને મુખ્ય સૂત્રધાર ભૂષણ પાટીલ ગેંગના નેટવર્ક અંગે વધુ પુછપરછ કરી શકાય. જ્યારે પકડાયેલા સગીર વયના કિશોરને નિયમ મુજબ બાળ સુધાર ગૃહ ખાતે મોકલવા માટેની પ્રક્રિયા હાથ ધરાઈ છે.
Bureau chief : Sumit shukla