
*સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલના બેનરો પાંચ દિવસમાં જ ફાટ્યા તંત્ર, એજન્સીની કામગીરી સામે સવાલો*
*રિપોર્ટર: ઝાકિર ઝંકાર , ડાંગ (સાપુતારા)*
ડાંગના સાપુતારામાં 9 ઓગસ્ટથી શરૂ થયેલા મોન્સૂન ફેસ્ટિવલ-2026ના પ્રચાર માટે લગાવવામાં આવેલા કેટલાક બેનરો માત્ર પાંચ દિવસમાં જ ફાટેલી હાલતમાં જોવા મળતા તંત્ર, એજન્સીની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે.
ફેસ્ટિવલ 29 ઓગસ્ટ સુધી ચાલવાનો છે ત્યારે શરૂઆતમાં જ બેનરોની આવી હાલત સામે આવતા બેનરોની ગુણવત્તા અને પ્રચાર પાછળ થયેલા ખર્ચ અંગે સ્થાનિકોમાં ચર્ચા શરૂ થઈ છે. પ્રવાસન સ્થળની છબી જળવાઈ રહે તે માટે ફાટેલા બેનરો તાત્કાલિક બદલવા અને સમગ્ર કામગીરીની તપાસ કરવાની માંગ ઉઠી છે.