દાહોદ
દેવગઢ બારિયા
‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત આજે દેવગઢ બારિયામાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ
વહીવટી તંત્ર દેવગઢ બારિયા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું
બસ સ્ટેન્ડથી શરૂ થયેલી યાત્રા નગરના વિવિધ વિસ્તારોમાં ફરી ટાવર ખાતે પૂર્ણ
પ્રાંત અધિકારી, મામલતદાર અને પોલીસ અધિકારીઓ સહિતનો સ્ટાફ જોડાયો
પૂર્વ ધારાસભ્ય તુષારસિંહ બાબાસાહેબે પણ તિરંગા સાથે યાત્રામાં ભાગ લીધો
કોલેજના વિદ્યાર્થીઓ તથા રમત-ગમત પ્રશિક્ષણ કેન્દ્રના ખેલાડીઓ મોટી સંખ્યામાં જોડાયા
નગરજનોની પણ ઉત્સાહભેર હાજરીથી યાત્રામાં જોવા મળ્યો દેશભક્તિનો માહોલ
‘ભારત માતા કી જય’ના નાદથી ગુંજી ઉઠ્યું દેવગઢ બારિયા
તિરંગા યાત્રા થકી રાષ્ટ્રપ્રેમ, એકતા અને અખંડ ભારતનો સંદેશ અપાયો
રિપોર્ટર દર્શન સુતરીયા દેવગઢ બારિયા