બગોદરામાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ
બાવળા તાલુકાના બગોદરા ગામે 15 ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના અનુસંધાને ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
બગોદરા ગામની શિવમ વિદ્યાલયથી તિરંગા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. હાથમાં તિરંગા સાથે દેશભક્તિના નારા લગાવતા વિદ્યાર્થીઓ અને આગેવાનોની રેલી બગોદરા પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી.
આ તિરંગા યાત્રામાં બગોદરા પોલીસ સ્ટેશનના PI, જિલ્લા સદસ્ય રમેશભાઈ મકવાણા, શિવમ વિદ્યાલયના ટ્રસ્ટી જગદીશભાઈ, વિદ્યાર્થીઓ તેમજ બગોદરા પોલીસ સ્ટાફ મોટી સંખ્યામાં જોડાયા હતા.
દેશભક્તિના નારા અને હાથમાં લહેરાતા તિરંગાથી સમગ્ર બગોદરા ગામ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. યાત્રા દરમિયાન દેશ પ્રત્યેનો પ્રેમ અને રાષ્ટ્રભાવનાનો માહોલ જોવા મળ્યો હતો.
રિપોર્ટર મકવાણા નરેન્દ્ર