

*કે.વિ.કે., વઘઈ દ્વારા “ટેક્નોલોજી વીક” ની ઉજવણી કરવામાં આવી :*
–
*રિપોર્ટર ; ઝાકિર ઝંકાર , ડાંગ વઘઈ*
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ એ ડાંગ જિલ્લાના ખેડૂતો અને મહિલાઓના ઉત્કર્ષ માટે હંમેશા સક્રિય રહ્યું છે. નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ. આર. એમ. નાયક, વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડૉ. હેમંત શર્મા અને કે.વિ.કે., વઘઈ ના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, ડૉ. હર્ષદ પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ દ્વારા “ટેક્નોલોજી વીક” તેમજ “નેશનલ મિશન નેચરલ ફાર્મિંગ” હેઠળ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ટેક્નોલોજી વીક ની ઉજવણી અંતર્ગત તા. ૦૯/૦૯/૨૦૨૬ ના રોજ નવસારી કૃષિ યુનિવર્સિટી ના માનનીય કુલપતિ શ્રી ડૉ. આર. એમ. નાયક ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. તેમણે પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોને વધુ ઉત્પાદન મેળવવા દરેક આયમોનો સંપૂર્ણ ઉપયોગ કરતાં થાય તે માટે પ્રેરિત કર્યા હતા તથા એકબીજાના સહકારથી એકજૂથ થઈને પ્રાકૃતિક ખેત પેદાશોનું માર્કેટિંગ કરવા તેમજ પ્રાકૃતિક ખેત પેદાશો ના મૂલ્યવર્ધન પર ભાર મૂક્યો હતો.
નવસારી કૃષિ યુનિવર્સિટી ના સંશોધન નિયામકશ્રી
ડો. ટી. આર. અહલાવત દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી થકી વધુ સારા પરીણામ મેળવવાની હાંકલ કરી હતી. આ સાથે સાથે કૃષિ યુનિવર્સિટી ના વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી, ડો. એચ. આર. શર્મા દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ પેદાશના મૂલ્યવર્ધન દ્વારા વધુ આવક મેળવવાનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ ટેકનોલોજી વીક ના ટેકનિકલ સેશન દરમિયાન પ્રાકૃતિક ખેતી માં રોગ જીવાત નિયંત્રણ વિષય પર ડો. એમ. ડી. ખૂંટ (સહપ્રાધ્યાપક અને વડા, સૂક્ષ્મ જીવાણુ શાસ્ત્ર વિભાગ, એન. એમ. કૃષિ મહાવિદ્યાલય, ન. કૃ. યુ., નવસારી), ડો. ડી. એચ. ટંડેલ (પ્રાધ્યાપક, વનસ્પતિ રોગ શાસ્ત્ર વિભાગ, એન. એમ. કૃષિ મહાવિદ્યાલય, ન. કૃ. યુ., નવસારી) તથા કેવીકે ના વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યૂ હતું. આ ઉપરાંત કાર્યક્રમમાં નવસારી કૃષિ યુનિવર્સિટી ના ડૉ. ટી. આર. અહલાવત, ડૉ. એચ. આર. શર્મા, પ્રો. જૈમિન નાયક, ડૉ. વી. આર. નાયક, ડૉ. લલિત મહાત્મા સાહેબની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
કાર્યક્રમના અંતે જીવામૃત, બીજામૃત તેમજ અગ્નિઅસ્ત્ર બનાવતા ખેડૂતોને શીખવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ ના પાંચ આયામો અને વિવિધ પાકોમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ વિશેની પૂરતી સમજણ આપવામાં આવી હતી. પ્રાકૃતિક ખેતીના નિદર્શન ફાર્મની મુલાકાત પણ કરાવવામાં આવી હતી. સદર કાર્યક્રમમાં ૨૮૦ થી વધુ ખેડૂતોએ હાજરી આપી હતી.
–