

*ગાઢવી ગામેથી પોષણ માસ-૨૦૨૬નો શુભારંભ*
*“આપણી આંગણવાડી, આપણી જવાબદારી” થીમ હેઠળ પોષણ અંગે જનજાગૃતિ*
*રિપોર્ટર ; ઝાકિર ઝંકાર | ડાંગ-આહવા*
આહવા આઈ.સી.ડી.એસ. શાખા દ્વારા ગાઢવી ગામ ખાતે પોષણ માસ-૨૦૨૬નો શુભારંભ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં સી.ડી.પી.ઓ. સોનલબેન ગામીતે બાળકોના સર્વાંગી વિકાસ માટે સંતુલિત અને પૌષ્ટિક આહાર, આરોગ્ય સંભાળ તથા આંગણવાડી સેવાઓના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
“આપણી આંગણવાડી, આપણી જવાબદારી” થીમ હેઠળ આહારની વિવિધતા, પ્રોટીનયુક્ત પોષણ, સગર્ભા અને ધાત્રી માતાઓના આરોગ્ય તેમજ પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના અંગે માહિતી આપવામાં આવી હતી. વાલીઓને બાળકોને નિયમિત આંગણવાડીમાં મોકલવા અનુરોધ કરાયો હતો.
કાર્યક્રમ દરમિયાન લાભાર્થીઓને ટી.એચ.આર.નું વિતરણ કરવામાં આવ્યું તથા તેમાંથી બનાવી શકાય તેવી પૌષ્ટિક વાનગીઓનું નિદર્શન કરાયું હતું. અંતે ઉપસ્થિતોએ પોષણ શપથ લઈ બાળકો અને માતાઓના સારા આરોગ્ય માટે જાગૃતિ ફેલાવવાનો સંકલ્પ કર્યો હતો. કાર્યક્રમમાં મુખ્ય સેવિકા, સ્ટાફ, આગેવાનો, લાભાર્થીઓ, વાલીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.