વડોદરા ખાતે યોજાયેલી પ્રતિષ્ઠિત WTT યૂથ કન્ટેન્ડર ઇન્ટરનેશનલ સ્પર્ધામાં U-13 કૅટેગરીમાં ઝળહળતી સફળતા
– રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરની સ્પર્ધાઓમાં પણ રાજકોટના આ યુવા પ્રતિભાએ મચાવી ધમાલ
રાજકોટ:
- રમતગમત ક્ષેત્રે ગુજરાતનું નામ રોશન કરનાર રાજકોટના વધુ એક યુવા પ્રતિભાશાળી ખેલાડીએ આંતરરાષ્ટ્રીય સ્તરે દેશ અને રાજ્યનું ગૌરવ વધાર્યું છે. માત્ર ૧૩ વર્ષની વયના ટેબલ ટેનિસ ખેલાડી દેવ ભટ્ટ (Dev Pranav Bhatt) એ વડોદરા ખાતે યોજાયેલી પ્રતિષ્ઠિત WTT યૂથ કન્ટેન્ડર ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે.

